गुजरात

આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke from the fire was visible for two kilometers



અમદાવાદ,મંગળવાર,17 ફેબ્રુ,2026

અમદાવાદના પીપળજ ગામ નજીક આવેલી હર્ષ એન્ટરપ્રાઈઝ નામની
કેમિકલ અને ઓઈલ ફેકટરીમાં અગમ્યકારણસર ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં
ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે બે કિલોમીટર સુધી ધુમાડો જોવા મળ્યો હતો.
અલગ અલગ ફાયર સ્ટેશનથી ૩૦ વાહન સાથે ૧૦૦થી વધુ ફાયરના જવાનોએ અને અધિકારીઓે  પાણી અને ફોમનો મારો ચલાવીને અઢી કલાકના અંતે
આગ કાબૂમા લીધી હતી. આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.યુનિટ આગમા  બળીને ખાખ થઈ ગયુ હતુ. સદનસીબે કોઈ ઈજા કે
જાનહાની થવા પામી નથી.

ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,પીપળજમા આવેલી
કેમિકલ ફેકટરીમાં આગ લાગી હોવાનો કોલ મંગળવારે સાંજે સવા છ કલાકના સુમારે મળ્યા
પછી શરૃઆતમાં ફાયરના સાત વાહન અને સ્ટાફ ઘટના સ્થળે દોડાવવામા આવ્યો હતો. સ્થળ ઉપર
ગંભીર સ્થિતિને જોઈ બ્રિગેડ કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશન ઉપરથી ફાયર ફાઈટર
, વોટર ટેન્કર, વોટર બાઉઝર સાથે
ફાયરના જવાનો અને અધિકારીઓને આગ હોલવવાની કામગીરીમાંજોડવામા આવ્યા હતા.આગ
હોલવાની  કામગીરીમા જોડાયેલા એડીશનલ ચીફ
ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહ્યુ
,
ઓઈલ અને સોલવન્ટ મિકસ કરવાની પ્રક્રીયા ચાલી રહી હતી. એ સમયે અંદાજે ૧૫૦ જેટલા
પીપડા યુનિટમાં પડેલા હોવાથી આગ  ઝડપથી
ફેલાઈ ગઈ હતી.જો કે પાણીનો સતત મારો ચલાવવાની સાથે ફોમનો ઉપયોગ કરાતા આગને ઝડપથી
કાબૂમાં લઈ શકાઈ હતી.



Source link

Related Articles

Back to top button