गुजरात
ગોત્રીના બે માળના મકાનમાં આગ લાગતાં ફસાયેલા બાળકનું રેસ્ક્યુ | fire caught at gotri house child rescued

![]()
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આજે મોડી સાંજે બે માળના મકાનમાં આગ લાગતાં એક બાળકને બચાવી લેવાયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ,ગોત્રી ઇએસઆઇ હોસ્પિટલ રોડ પર ઐયપ્પા મંદિર પાસે બે માળના મકાનમાં કોઇ કારણસર આગ લાગી હતી.આ વખતે પહેલા માળે ફટાકડા અને કોઇ કેમિકલ હોવાથી આગ ઝડપભેર પ્રસરી હતી.
વાસણા ફાયર બ્રિગેડ આવી ત્યારે એક બાળક ઉપરના માળે ફસાયેલું હોવાથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.આગમાં પહેલો માળ લગભગ આખો ખાક થઇ ગયો હતો.



