गुजरात

વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક કરુણનું મોત | Emon anuon a poutano manauan non ew hit and run non Nikol



અમદાવાદ, મંગળવાર

નિકોલમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો હતો જેમાં  યુવક બાઇક લઇને ભક્તિ સર્કલથી નિકોલ ચોકડી જતા રીંગરોડ ઉપરથી પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક સપ્તાહની સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બેભાન હાલતમાં સિવિલમાં સાત દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે

નિકોલમાં રહેતા યુવક તા.૦૯-૦૨-૨૬ના રોજ નિકોલ ભક્તિ સર્કલથી નિકોલ ચોકડી જતા રીંગરોડ ઉપર આવેલી એકસીસ બેંકની સામેથી બાઇક લઇને જતા હતા. આ સમય એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોેખમાય તે રીતે ચલાવી લાવીને યુવકના બાઇકને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો હતો.

વાહનની ટકકરથી યુવક નીચે પડી જતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં સાત દિવસની સારવાર દરમિયાન ગઇકાલે મોત થયું હતું.



Source link

Related Articles

Back to top button