गुजरात

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal duped money from bank account after sending APK file on Whatsapp


અમદાવાદ,સોમવાર

વોટ્સએપ ગ્રુપમાં સાયબર ક્રિમિનલોએ આરટીઓ ચલણની APK ફાઇલ મોકલીને વેપારીના બેંક એકાઉન્ટમાંથી ૩૧.૬૭ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. વેપારીને આરટીઓનો મેમો આવ્યો હોવાની શક્યતા લાગતા તેણે APK ફાઇલ ડાઉનલોડ કરતા નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો.

નિકોલમાં આવેલા ફેનિલ એવન્યુમાં રહેતા અશ્વિનભાઇ પટેલ તેમના પિતરાઇ ભાઇ સંજય પટેલ સાથે મળીને નરોડા જીઆઇડીસીમાં વ્યવસાય કરે છે. તેમાં ધંધાના અનુસંધાનમાં કરંટ બેેંક એકાઉન્ટ યશ બેંકમાં હતું. થોડા દિવસ પહેલા સંજય પટેલના કોઇ વોટ્સએપ ગ્રુપમાં  અજાણ્યા મોબાઇલ નંબર પરથી આરટીઓ ચલણની APK ફાઇલ મોકલવામાં આવી હતી. જે સંજય પટેલે ડાઉન લોડ કરીને ચેક કરતા આધાર કાર્ડ અને પાનકાર્ડની વિગતો માંગવામાં આવી હતી. જેથી શંકા જતા  તેમણે ફાઇલને બંધ કરી હતી. 

પરંતુ, સાત દિવસ પછી તેમનું વોટસએપ બંધ થઇ જતા સંજયભાઇએ ફોન સ્વીચ ઓફ કરીને ફરીથી ચાલુ કરતા વોટ્સએપ રેગ્યુલર થયું હતું. પરંતુ, સાંજે તેમને બેંક એકાઉન્ટમાંથી  ૩૧.૬૭ લાખ રૂપિયા  અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ચુક્યા હતા.  આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ 2 - imageપોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વોટેસએપ પર આવતી આરટીઓ કે અન્ય બેંકના નામે આવતી કોઇપણ APK ફાઇલ ડાઉનલોડ ન કરવી અને APK ફાઇલનો મેસેજ ડીલીટ કરવાથી મોટી છેતરપિંડીથી બચી શકાય છે.  આ ઉપરાંત, વોટ્સએપ ગ્રુપના એડમીને ગ્રુપમાં આવેલા નંબરને તાત્કાલિક રીમુવ કરવો જરૂરી છે.આમ, આ પ્રકારની છેતરપિંડીમાં સાવધાની જરૂરી છે.



Source link

Related Articles

Back to top button