गुजरात

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara schools received bomb threat Emails


Bomb Threat : વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં વડોદરા અને અમદાવાદની 5-5 સ્કૂલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. 

વડોદરાની 5 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા શહેરની ઉર્મિ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શનેન સ્કૂલ, નવયુગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે.

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ 2 - image

બોમ્બની ધમકી મળી હોવાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ 3 - image

અમદાવાદની 5 સ્કૂલને પણ ધમકીના ઈમેઈલ મળ્યાં

અમદાવાદની 5 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. જેમાં વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઇટની એ વન સ્કૂલ, મકરબાની DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકીના ઈમેઈલ મળતાં તંત્રમાં દોડધામ મચી છે. બોમ્બની ધમકીને પગલે સ્કૂલને ખાલી કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ 4 - image

DAV સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે. સ્કૂલની બહાર સિક્યુરિટી દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યું છે. ધમકીના ઈમેઈલ મળતાં વાલીઓ સ્કૂલે પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો: રાજુ કરપડાએ ‘આપ’ના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો

અગાઉ 23મી જાન્યુઆરી, 2026એ અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. આ ધમકીભર્યા મેલમાં લખ્યું હતું કે, ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો’

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ 5 - image

અગાઉ કલેક્ટર કચેરીને ઈ-મેઈલ આવેલો

તમને જણાવી દઈએ કે, અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને એક નનામા ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. જેમાં સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી હતી. 

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ 6 - image



Source link

Related Articles

Back to top button