गुजरात

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરિતોનો હુમલો | Law & Order Concern in Ahmedabad: Hathijan Society Attack Caught on CCTV



Ahmedabad Crime News: અમદાવાદના શહેરમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ બેફામ બની રહીશો પર હુમલો કરતા ભયનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે છે.

લુખ્ખા તત્ત્વોએ રહીશો સાથે ઝઘડો કર્યો

મળતી માહિતી અનુસાર, હાથીજણ વિસ્તારમાં દ્રશ્ય ગોસ્વામી નામના વ્યક્તિ અને તેના સાગરિતોએ શનિવારે (14મી ફેબ્રુઆરી) ધર્મવાટિકા સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. સામાન્ય બાબતમાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં લુખ્ખા તત્ત્વોએ રહીશો સાથે ઝઘડો કરી તેમના પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોના આ હુમલાને કારણે સોસાયટીના બાળકો અને મહિલાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા

આ ઘટના અંગે સોસાયટીના રહીશોની માગ છે કે આવા લુખ્ખા તત્ત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.



Source link

Related Articles

Back to top button