અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law Attacks Father in Law in Bag e Kausar Society

![]()
Ahmedabad Crime: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં લોહિયાળ ખેલ ખેલાયાની ઘટના સામે આવી છે. બાગે કૌશર સોસાયટી નજીક જમાઈએ પોતાના જ સસરા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
કૌટુંબિક ઝઘડાને કારણે જમાઈ ઉશ્કેરાઈ ગયો
મળતી માહિતી અનુસાર, નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બાગે કૌશર સોસાયટી નજીક સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડાને કારણે જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના સસરા પર તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે સસરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ નારોલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર જમાઈને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. કયા ચોક્કસ કારણોસર આ ઝઘડો થયો અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.



