गुजरात

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case after seizing gambling literature including cash



– પેટલાદના ખોજાનગરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા

આણંદ : પેટલાદ શહેર પોલીસે ખોજા નગર ખાતે છાપો મારીને બેટરીના અજવાળે જુગાર રમી રહેલ પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પેટલાદના ખોજા નગર સોસાયટીના બે મકાનની વચ્ચેની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો એકત્ર થઈ બેટરીના અજવાળે પત્તા પાનાનો જુગાર રમી રહ્યો હોવાની માહિતી પેટલાદ શહેર પોલીસને મળી હતી  પોલીસે છાપો મારતા પાંચ શખ્સો ઝડપાયા હતા. જેમાં ઇમરાન અલી ઉર્ફે બાવાજી ઈમ્તિયાઝ અલી સૈયદ, તસવરબેગ ઉર્ફે તસા અનવર બેગ મિરઝા, મોઇનોદ્દીન ઉર્ફે ધાબો રૂકનો દિન મલેક, મોહમ્મદ સુઝાન બેગ જાકીર બેગ મિરઝા અને સમીરોદ્દીન મુનાફોદ્દીન શેખનો સમાવેશ થાય છે. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી તેમજ દાવ પરથી મળી રોકડા રૂપિયા ૪૨૫૦ કબજે લીધા હતા. ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



Source link

Related Articles

Back to top button