गुजरात

વડોદરામાં લગ્નમાં જતી મહિલાને રીક્ષામાં બેસાડી દાગીના સેરવી લેનાર ચાલક ક્રાઈમ બ્રાન્ચની ઝપટે | Crime Branch arrests driver who steal her jewellery of woman in vadodara



Vadodara Crime Brach : વડોદરના ગોત્રી વિસ્તારમાં લગ્નમાં જતી એક મહિલાને રીક્ષાની આગળ બેસાડવા ફરજ પાડી તેના ચાર તોલાના દાગીના વગે કરનાર પેટલાદના રીક્ષા ચાલકને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

પેટલાદ વિસ્તારમાં ચોરીઓ જેવા બનાવવામાં સંડોવાયેલો રીક્ષા ચાલક મોહસીન પઠાણ શિકારની શોધમાં રીક્ષા લઇ વડોદરા આવ્યો ત્યારે ગોત્રી વિસ્તારમાં રીક્ષાની રાહ જોતી એક મહિલાની મજબૂરીનો તેણે લાભ ઉઠાવ્યો હતો.

વડોદરામાં લક્ષ્મીપુરા રોડના શુભમ ડૂપ્લેક્સમાં રહેતા દિવાળીબેન પટેલ ગઈ તા.4થીએ બપોરે લુણાવાડા જતા હતા ત્યારે તેમનો પુત્ર કારમાં ગોત્રી ઇસ્કોન હાઇટ્સ પાસે છોડી ગયો હતો. ત્યારબાદ એક રિક્ષાવાળો આવ્યો હતો અને પાછળના પેસેન્જર આગળ ઉતરી જવાના છે તેમ કહી મહિલાને આગળ બેસવા ફરજ પાડી હતી.

ચોરીના ઈરાદે આવેલા રીક્ષા ચાલકે મહિલાની નજર ચૂકવી પર્સમાંથી બંગડીઓ અને સોનાની ચેન મળી ચાર તોલાના દાગીના ફેરવી લીધા હતા અને સ્ટેશન આવે તે પહેલા દોઢેક કિલોમીટર અગાઉ નટુભાઈ સર્કલ પાસે મહિલાને ઉતારી દીધી હતી. મહિલાએ દાગીના નહીં જોતા પોલીસને જાણ કરી હતી. 

જેથી ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી પેટલાદના મોહસીન ઉર્ફે મોટો મુફીનખાન પઠાણ (જુમ્મા મસ્જિદ પાછળ, નવગરવાડ, ઝંડા બજાર, પેટલાદ) ને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં મોહસીન સામે અગાઉ પેટલાદ, આણંદ, ઉમરેઠ, વાસદ અને રેલવેમાં ચોરી, દારૂ અને જુગારના 9 ગુના નોંધાયેલા હોવાનું જણાઈ આવ્યું હતું‌.



Source link

Related Articles

Back to top button