गुजरात
ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM card and withdrawing money in Dholka

![]()
બેંકના સીસીટીવી ફૂટેજના આધારે
ટાઉન પોલીસે ગણતરીના કલાકમાં તસ્કરને ઝડપી પાડી એટીએમ અને રિકડ રિકવર કરી
બગોદરા – ધોળકાના અમનપાર્ક વિસ્તારમાં આવેલી ‘આર.કે. ઓટો એસેસરીઝ‘ નામની દુકાનમાંથી એક શખ્સે
એટીએમ કાર્ડની કીટ ચોરી કરી હતી. આ તસ્કરે તુરંત પંજાબ નેશનલ બેંકના એટીએમ સેન્ટર
પર પહોંચી કાર્ડનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રૃ. ૨૫,૦૦૦
ઉપાડી લીધા હતા.
આ બાબતની જાણ થતા જ ભોગ બનનાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ધોળકા ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે આ કેસમાં ટેકનિકલ તપાસ અને બેંકના સીસીટીવી
ફૂટેજ તપાસતા આરોપીની ઓળખ થઈ હતી. બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ કલ્પેશ
લાલજીભાઈ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી
પાસેથી ચોરાયેલું એટીએમ કાર્ડ અને ઉપાડેલી તમામ રોકડ રકમ રિકવર કરવામાં આવી છે.



