गुजरात

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of fire in city



વડોદરાઃ શહેરમાં આજે આગ લાગવાના જુદાજુદા બે બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

કારેલીબાગના સાધનાનગરના બંધ મકાનમાં આજે બપોરે ધડાકો સંભળાતાં આસપાસના રહીશો બહાર દોડી આવ્યા હતા. જે દરમિયાન બંધ મકાનમાંથી ધુમાડા અને આગ દેખાતાં ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરાઇ હતી.અડધો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

આવી જ રીતે ભૂતડીઝાંપા પોલીસ લાઇનમાં નવા બનેલા આવાસમાં ચોથા માળે ફ્લેટમાં કોઇ કારણસર આગ લાગતાં ઘરવખરીને નુકસાન થયું હતું.થોડી જ વારમાં ફાયર બ્રિગેડ આવી જતાં આગ વધુ પ્રસરતી અટકી હતી.



Source link

Related Articles

Back to top button