गुजरात

ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | private company manager was cheated of Rs 19 86 lakhs In the name of investment



Vadodara Fraud Case : ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈના સંખ્યાબંધ બનાવો બની રહ્યા હોવા છતાં પણ હજી લોકો આસાનીથી ઠગોની જાળમાં ફસાઈ રહ્યા છે. વડોદરાના ખાનગી કંપનીના એક મેનેજરે આવી રીતે 19.86 લાખ ગુમાવ્યા છે.

દિવાળીપુરાના પરિચય પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કશ્યપ ભાઈ પંચાલે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.1 લી ઓક્ટોબરે મારા ટેલિગ્રામ ઉપર Hi નો મેસેજ આવતા મેં રીપ્લાય કર્યો હતો. જેથી સામે રચના સુભ્રમણ્યમે રીપ્લાય આપી વાતચીત કરી હતી.

રચનાના નામે વાત કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે અમે તમારી કંપનીમાં આવ્યા ત્યારે તમે એન્ટ્રી આપવામાં મદદરૂપ થયા હતા. ત્યારબાદ તેણે શેર માર્કેટ કે ફોરેક્સ માં ટ્રેડિંગ કરો છો કે કેમ તેમ પૂછ્યું હતું. 

કશ્યપે કહ્યું છે કે, મે થોડું ઘણું રોકાણ કરતો હોવાનું કહ્યું હતું. જેથી રચના એ મને ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો લાભ મળશે તેમ કહી એક લિંક મોકલી હતી. જે ઓપન કરતા એક પેજ ખુલ્યું હતું અને તેમાં ફોરેસ્ટ ટ્રેડિંગમાં દેખાતી હોય તેવી જ સાઇટ દેખાતી હતી. ત્યારબાદ મેં મારા ફોટા આઈડી સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 

ત્યારબાદ મેં 21,000 નું રોકાણ કરતા મને બે તબક્કામાં કુલ 14 હજાર રૂપિયા ઉપાડવા દીધા હતા. જેથી મને વિશ્વાસ આવતા મેં વધુને વધુ રોકાણ કર્યું હતું. મારા એકાઉન્ટમાં 29.21 લાખનો પ્રોફિટ દેખાતો હતો. પરંતુ આ રકમ ઉપાડવાની બદલે વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી મને શંકા ગઈ હતી. સાયબર સેલને જાણ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.



Source link

Related Articles

Back to top button