गुजरात
બાલાસિનોરમાં ઘરના નકૂચા તોડીને રૂપિયા 1.57 લાખના ઘરેણાંની ચોરી


– પરિવાર સાઢુભાઇની પુત્રીના લગ્નમાં રામનગર ગયો હતો
– સોનાની બુટ્ટી, વીંટી, કડી, ચુની, મંગળસૂત્ર, લક્કી સહિતના ઘરેણાં તસ્કરો તિજોરીમાંથી કાઢી ગયા
બાલાસિનોર : બાલાસિનોરના નવા રોહિતવાસમાં રહેતા મધ્યાહ્ન ભોજન યોજનાના પૂર્વ સંચાલકના ઘરના નકૂચા તોડીને તસ્કરો રૂ.૧.૫૭ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પરિવાર સાઢુભાઇની પુત્રીના લગ્નમાં આણંદ તાલુકાના રામનગર ખાતે ગયો હતો, ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા હતા.



