લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made including restrictions on expenses incurred on weddings birthdays and funerals

![]()
– અંબાળામાં પાટડી દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી
– આગામી દિવસોમાં સામાજિક સુધારણાના નિયમોનો અમલ કરવા માટે બેઠક મળશે, નિયમોના ભંગ કરનારને 51 હજાનો દંડ
સુરેન્દ્રનગર : સાડાના અંબાળા ગામે આવેલા આશ્રમમાં પાટડી- સાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણા અંગે ચર્ચા વિચારણા કરીને વિવિધ નિયમો બનાવાયા છે. આગામી દિવસોમાં સામાજિક નિયમોનું આગામી દિવસોમાં બેઠક કરીને અમલ કરાશે.આ નિયમોનો ભંગ કરનાર વ્યકિતએ ૫૧ હજાર નજીકમાં ચાલતી શૈક્ષણિક સંસ્થામાં દાન આપવા પણ ઠરાવાયું છે. આ બેઠકમાં સમાજના વિવિધ રાજકીય પક્ષોના આાગેવાનો, યુવાનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
અંબાળા ગામે ઠાકોર સમાજની સામાજિક બંધારણા માટેની બેઠકમાં ડી.જે.ની જગ્યાએ સ્પીકર રાખી ગરબા રમવા, લગ્ન તેમજ લગ્ન પ્રસંગમાં જાનમાં ૧૦૦ લોકોને જવું, દિકરીના કરિયાવર અને મામેરા પણ અન્ય કોઈ વ્યવહારને બદલે રૂ.૧.૧૧ લાખ આપવા, ઓઢામણા પ્રજા બંધ કરવી,કોઈપણ અન્ય સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરનારનો બહિષ્કાર કરવો, મરણ પ્રસંગમાં ભોજનમાં ખીચડી-કઢી રાખવી, મરણ પાછળ ઓઢમણા? બંધ કરી રોકડ રકમ આપવી, મરણની તમામ વિધિ પાંચ દિવસમાં પૂર્ણ કરી ટેલિફોનીક બેસણું રાખવું, છાપેલી કંકોત્રી બંધ કરી વોટ્સએપ કે ફોન દ્વારા આમંત્રણ આપવું, પ્રસંગોમાં કસુંબા, બીડી સિગારેટનું વ્યસન પર પ્રતિબંધ મૂકી માત્ર ચા પાણીની વ્યવસ્થા કરવી, સગાઈમાં મર્યાદિત લોકોએ જ જવું, વરપક્ષ દ્વારા કન્યાને મોબાઈલ આપવા પર પ્રતિબંધ, જન્મદિવસની ભવ્ય ઉજવણી બંધ કરવી અને દીકરા-દીકરીના ૧૦૦% શિક્ષણ પર ભાર આપવા સહિતના મુદાઓ અંગે હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ તમામ મુદાઓ સાથે આગામી દિવસોમાં દસાડા તાલુકા સહિત આસપાસના ગામોમાં જઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે સુધારણા સાથે નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે.
ડી જે મુદ્દે બેસીને રાસ ગરબા ગાઇ શકશે, ડી જેનું સેટએપ તે પ્રકારે કરવાની અલ્પેશ ઠાકોરની ટકોર
ડી જે. અંગે વિવાદ મામલે અલ્પેશ ઠાકોર જણાવ્યુ કે, વિરોધ કરનારા આપણા સમાજના બાળકો છે. સમાજના દિકરા છે તેમની સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે આજે જે સભા મળી છે તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે બેસીને રાસ ગરબા ગાઈ શકશે તો પોતાનું ડીજેનું સેટઅપ તે રીતે કરે તે પ્રકારની ટકોર જાહેર મંચ ઉપરથી કરવામાં આવી હતી.
વાલેવડામાં દારૂબંધી મામલે ખોટા કેસ કરાયાનો આક્ષેપ, પીઆઇની બદલીની માંગણી
સાડાના વાલેવડા ગામમાં તાજેતરમાં દારૂબંધી મુદે રેઇડ કરવા ગયેલી પોલીસ અને સમાજના યુવકો વચ્ચે રક્ઝક બા કરેલા કેસ મામલે સાંસ ગેનીબેન ઠાકોરે પોલીસે યુવકો સામે ખોટા કેસ કર્યાં હોવાનું તેમજ બૂટલેગરોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ આ બનાવમાં જે નિ રોષ યુવકો સામે ખોટી ફરિયાદો થઈ છે તે તાત્કાલિક પરત ખેંચી આ મામલે સાડા પી.આઈની તાત્કાલિક બ લી કરવાની પણ માંગ કરી હતી.



