गुजरात
વૃધ્ધા સાથે દુકાનના સોદામાં ઠગાઈ ગુનામાં બિલ્ડરની ધરપકડ | Builder arrested for cheating elderly woman in shop deal

![]()
ફરિયાદીને દુકાનોનો વેચાણ બાનાખત કરી સંપૂર્ણ રકમ મેળવી, ત્યારબાદફરિયાદીની જાણ બહાર ખોટી સહીઓ કરી બાનાખત રદબાતલ કરી દુકાન અન્યને વેચી છેતરપિંડીના ગુનામાં કપુરાઈ પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે.
ગઈકાલે તા. ૬ ફેબ્રુઆરીએ કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસ ઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી સુમિત નારાયણભાઈ પટેલે અણખોલ ગામે કેશવ બ્લીઝ યોજનામાં દુકાન નં. ૧૪ અને ૧૫ માટે ફરિયાદી દમયંતીબેન પાસેથી રૂ. ૨૬ લાખની રકમ લઈ કબજા વગરનો બાનાખત કર્યો હતો. બાદમાં ખોટા દસ્તાવેજ તૈયાર કરી બાનાખત રદબાતલ બતાવી દુકાન અન્યને વેચી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, અન્યભોગ બનનારાઓ આગળ આવવાની શક્યતા છે.



