गुजरात

અમદાવાદ: શેલામાં પેટી પલંગ નીચે સંતાડેલો 1.30 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad News Shela Nano Thakor Vas 1 bootlegger arrested for selling liquor



Ahmedabad News: અમદાવાદમાં નવા ડેવલપ થઈ રહેલા શેલામાં એક મકાનમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે એક શખસની ધરપકડ કરવાની સાથે 1.30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહત્ત્વનું છે કે, પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આરોપી શખસ તેના ઘરમાંથી જ વિદેશી દારૂ વેચે છે જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પેટી પલંગ નીચે સંતાડયો હતો દારૂનો જથ્થો

મળતી માહિતી મુજબ, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શેલા ગામના નાનો ઠાકોર વાસમાં રહેતો બળવંત વિષ્ણુજી પરમાર ઘરમાંથી વિદેશી દારૂનો વેપલો કરે છે. જે આધારે પોલીસે ટીમ સક્રિય કરી વોચ ગોઠવી હતી. અંતે ઘરે દરોડા પાડવામાં આવતા પેટી પલંગની નીચે દારૂના બોટલોની ખેપ મળી આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડાવ્યા રૂપિયા

1,30,790 રૂપિયાનો મુદ્દામાલ કબજે

પોલીસે કરેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 246 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 1,15,830 જેટલી છે. આ ઉપરાંત, પોલીસે 14,960ની કિંમતના 68 નંગ બીયરના ટીન પણ જપ્ત કર્યા હતા. આમ, પોલીસે કુલ 1,30,790નો મુદ્દામાલ કબજે કરીને આરોપી બળવંત વિષ્ણુજી પરમારની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.



Source link

Related Articles

Back to top button