ઉત્તરસંડા એસ. ટી. સ્ટેન્ડ સામે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત | Youth dies after falling asleep in Activa in front of Uttarsanda S T stand

![]()
– જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
– લોલી રોડ ઉપર ટ્રેક્ટરે ટક્કર મારતા બાઈક ચાલકને ઇજા : બંને અકસ્માત મામલે ફરિયા
નડિયાદ : ઉત્તરસંડા બસ સ્ટેન્ડ આગળ બમ્પ પરથી પસાર થતું એક્ટિવા સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ દાવલિયા પુરામાં રહેતા અશોકભાઈ કાંતિભાઈ પરમારના કાકા મફતભાઈ ડાયાભાઈ પરમારની દીકરી રેખાબેનના લગ્ન કરમસદ ખાતે થયા હતા. ગુરૂવારની સાંજે રેખાબેન મથુરભાઈ પરમાર તેમના પતિ અને દીકરો અશ્વિન નડિયાદ દાવલિયા પુરા લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. જ્યાંથી રેખાબેન અને તેમના પતિ જમીને પરત કરમસદ જતા રહ્યા હતા, જ્યારે તેમનો દીકરો અશ્વિન રાસ ગરબા રમ્યા બાદ રાત્રિના ત્રણ વાગે એક્ટિવા લઈને કરમસદ જવા નીકળ્યો હતો. આ દરમિયાન ઉતરસંડા બસ સ્ટેન્ડ નજીક બમ્પ કુદાવતા એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. જેથી અશ્વિનભાઈ મથુરભાઈ પરમાર (ઉં.વ. ૨૭)નું માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અશોકભાઈ કાંતિભાઈ પરમારની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે માતર તાલુકાના દલોલીમાં રહેતા નીકુલ અંબાલાલ પરમાર મોટરસાયકલ લઇને ગામમાં દુકાને ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ મોટરસાયકલને ટ્રેક્ટરે ટક્કર મારતા બાઈક ચાલક નિકુલ પરમારને ઇજા થઈ હતી. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



