गुजरात

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work



વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીને હાઈ સિક્યુરિટી યાર્ડમાં ખસેડતી વેળા તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવતા રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે સાંજે અંદાજે ૬.૩૦ કલાકે વડોદરા મધ્યસ્થ જેલમાં જેલર બી.બી. રાઠવાએ સિનિયર જેલરની સૂચના અનુસાર સ્થાનિકઝડતી જેલર અને ઝડતી સ્ક્વોર્ડને કાચા કામના કેદી આસિફખાન કરીમખાન પઠાણને અધિક્ષકની સૂચના મુજબ હાઈ સિક્યુરિટી યાર્ડમાં ખસેડવાની સૂચના આપી હતી.

આ દરમિયાન સાંજના બંધી સમયે યાર્ડ નંબર ૮, બેરેક નંબર ૩૩માંથી આરોપીને હાઈ સિક્યુરિટી યાર્ડમાં લઈ જવાઈ રહ્યો હતો. ત્યારે આરોપીના સામાનની નિયમિત ઝડતી લીધી હતી. ઝડતી દરમિયાન આરોપી પાસે રહેલા થેલામાંથી ચાર્જર, સીમકાર્ડ અને બેટરી સાથેનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

આ બનાવ અંગે જેલર દ્વારા જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આરોપી સામે પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જેલમાં મોબાઇલફોન મળતા સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા થયા છે.



Source link

Related Articles

Back to top button