गुजरात

અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ahmedabad News Danilimda Chemical Thief Gang State Monitoring Cell Raid



Ahmedabad News: અમદાવાદનું દાણીલીમડામાં SMC(સ્ટેટ મોનિટરિંગ સેલ)એ કોઝી હોટલ પાછળના એક ખુલ્લા પ્લોટમાં રેડ પાડીને ચાલતા કેમિકલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ ગેંગ જીઆઈડીસીમાંથી કેમિકલ ભરીને નીકળતા ટેન્કરોના ડ્રાઈવરોને લાલચ આપતી હતી. અને મિલીભગતથી રસ્તામાં કેમિકલની ચોરી કરતી હતી. 

કુલ 98.21 લાખનો મુદ્દામાલ જપ્ત 

SMCની ટીમે બાતમીને આધારે કરેલી કાર્યવાહીમાં અંદાજે 53,020 કિલોગ્રામ કેમિકલ મળી આવ્યું છે, જેની બજાર કિંમત 61.69 લાખ જેટલી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સોહેબ શેખ, ઇશાકખાન પઠાણ અને અન્ય શ્રમિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેમિકલ ઉપરાંત 36,800ની રોકડ, 7 મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાતા 4 મોટા વાહનો સહિત કુલ 98.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ પણ વાંચો: સોનાના ભાવમાં રૂ.8500ની તો ચાંદીના ભાવમાં રૂ.24000ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ

બે આરોપી વોન્ટેડ

ઝડપાયેલા તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. જોકે, આ રેકેટના મુખ્ય સૂત્રધારો અસ્પાક શેખ અને પ્રકાશ પટેલ સહિત અન્ય 4 શખ્સો હજુ પોલીસ પકડથી દૂર હોવાથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટેન્કરમાંથી કેમીકલ ચોરીને બારોબાર સસ્તામાં વેચી દેવાના આવતું હોવાની શક્યતા છે. 



Source link

Related Articles

Back to top button