गुजरात
ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં 3 વર્ષથી ફરાર થઈ ગયેલા કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમેં ઝડપી લીધો | Jamnagar Parole Furlough Squad team nabs murder convict who was absconding for 3 years

![]()
Jamnagar Crime : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના એક ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા એક કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધો છે, અને તેને ફરીથી જેલ હવાલે કરી દીધો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં 2020 ની સાલમાં હત્યા અંગેનો એક ગુનો નોંધાયો હતો, જેમાં જામનગરમાં પટેલ વાડી શેરી નંબર-2 માં રહેતા અનિરુદ્ધસિંહ અનોપસિંહ સોઢાની અટકાયત કરાઈ હતી, અને તેને રાજકોટની જેલમાં મોકલી દેવાયો હતો. જે આરોપી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયો હતો, અને છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.
જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ દ્વારા તેને પકડવા માટે ઝાળ બિછાવી હતી, અને રાજકોટમાંથી અનિરુદ્ધસિંહ સોઢાને ઝડપી લીધો હતો, અને તેને ફરીથી રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.



