गुजरात

ગુજરાતમાં એઈડ્સના દર્દીઓ વધ્યાં, એક વર્ષમાં 78000 એ સારવાર લીધી, દરરોજના 214 દર્દી | female cancer cases gujarat civil hospital 2021 2025 statistics



Ahmedabad News : સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના 2352 દર્દી નોંધાયા છે. જેમાં 1931 પુરુષ અને 421 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી 19 ટકા માત્ર મોંઢાના કેન્સરને લગતા હોય છે. 

દર વર્ષે ચોથી ફેબુ્રઆરીની ઉજવણી ‘કેન્સર દિવસ તરીકે કરવામાં આવે છે. વર્ષ 2025માં સિવિલની કેન્સર હોસ્પિટલમાં 26,810 થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી 9147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં સૌથી વધુ દર્દીઓ મઘ્યપ્રદેશના 4572 રાજસ્થાનના 2678 ઉત્તરપ્રદેશના 1094, મહારાષ્ટ્રના 279 અને બિહારના 288 દર્દી હતા.

છેલ્લા 6 મહિનામાં જ 6 મહિનામાં જ સિવિલની કેન્સર હોસ્પિટલમાં રેકોર્ડ 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ થઈ છે, તેમજ ગત 3 વર્ષોમાં કેન્સર સંબંધિત 40 હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી પ્રોસીજર્સ પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી એક એવી જટિલ પ્રક્રિયા છે.

જે પેટની અંદર ફેલાયેલા કેન્સર માટે ઉપયોગી છે, અને હવે આ ટેક્‌નોલોજી દર્દીઓ માટે સિવિલની કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા 2021 માં 1813 હતી, તે 2025 માં વધીને 6333 થઇ છે. 

સિવિલમાં કેન્સરની ઓપીડીમાં રોજના 709થી વઘુ દર્દી

* સિવિલની કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2025 માં 2.59 લાખથી વઘુ ઓપીડી નોંધાઇ. 

* વર્ષ 2025 માં 50 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત 17,800 થી વઘુ સર્જરી.

* 50,130 થી વઘુ કીમોથેરાપી, 5852 રેડિએશન ટ્રીટમેન્ટ, 24.60 લાખથી વઘુ લેબોરેટરી તપાસ.

* 6 મહિનામાં 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરી કરાઇ. 

પુરુષોમાં મોંઢાના કેન્સરના કેસમાં એક વર્ષમાં 10 ટકાનો વધારો

કેન્સરનો પ્રકાર 2021 2022 2023 2024 2025
મોંઢું 1,726 1,826 1,880 1,874 1,931
જીભ 915 946 920 999 999
પેઢા 483 427 406 483 443
અન્નનળી 369 369 366 385 375
અન્ય 5,592 5,359 5,363 5,599 5,465
કુલ 9,759 9,643 9,668 10,229 10,096

મહિલા

Type of Cancer 2021 2022 2023 2024 2025
સ્તન 1,385 1,451 1,359 1,460 1,456
સર્વિકલ 885 893 909 866 782
મોઢુ 343 401 388 438 421
ઓવરી 260 228 196 314 335
જીભ 261 277 306 285 307
અન્ય 3,297 3,436 3,412 3,516 3,397
કુલ 6,431 6,686 6,570 6,879 6,698



Source link

Related Articles

Back to top button