ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping case

![]()
વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં માંજલપુર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.
ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષના બિઝનેસમેન અફાન ઉસ્માનભાઇ કાની ગત ૧૨ નવેમ્બરે બપોરે તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાં વડોદરા એમ.એસ.યુનિવસટીથી ભરૃચ જતા હતા. તે દરમિયાન એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ આપી આરોપીઓએ અપહરણ કરી બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડયા હતા. આ ગુનામાં સામેલ વધુ એક આરોપી ઝકરિયા ઇદ્રિશભાઈ યાકુબ(રહે. કરમમાડ, માટલીવાળું ફળિયું, ભરૃચ) ની પોલીસે ધરપકડ કરી છે. આરોપીના ભાગે એક લાખ રૃપિયા આવ્યા હતા.આરોપીના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.જ્યારે અન્ય આરોપી જેલના કર્મચારી કાનાભાઇ દાનાભાઇ કુંભાર હજી ફરાર છે.



