गुजरात

જામનગરના બાલંભડી ગામમાં રહેતા ખેડૂત યુવાન પર જમીનના પ્રશ્ને હુમલો : ચાર સામે ફરિયાદ | farmer living in Balambhadi village of Jamnagar attacked over land issue



Jamnagar Crime : જામનગર તાલુકાના બાલંભડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજદીપસિંહ મંગળસિંહ ચુડાસમા નામના 41 વર્ષના ખેડૂત યુવાને સિક્કા પોલીસ મથકમાં પોતાના ઉપર લાકડા ધોકા અને લોખંડની મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામના યોગીરાજસિંહ મહોબતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, તેમજ ઋષિરાજસિંહ અશોકસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે જમીનના પ્રશ્ને વાંધો ચાલી રહ્યો છે, અને તે બાબતે ફરીયાદી યુવાને પીજીવીસીએલ વગેરેમાં અરજી કરી હોવાથી ઉપરોક્ત ચારેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.



Source link

Related Articles

Back to top button