गुजरात

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dholera Expressway Accident Car Crashes into Cement Barricade 4 Injured



Ahmedabad-Dholera Expressway Accident: અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર ફરી એક વાર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 4-5 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા 

મળતી માહિતી મુજબ, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર રોડ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે વધુ એક અકસ્માતની ઘટના બની છે. હાઈવે પર સિમેન્ટના બેરિકેડ મૂકી ડાયવર્ઝન આપ્યું હતું. જેમાં રાત્રિના સમયે હાઈવે પરથી પસાર થતી કારને અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા ધડાકાભેર સિમેન્ટના બેરિકેડ સાથે અથડાઈ હતી. 

અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી કાર હાઈવે પર મૂકવામાં આવેલા સિમેન્ટના બેરિકેડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવને પગલે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટના CCTVમાં કેદ

અગાઉ ત્રણના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે, અગાવ પણ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર વેજલકા ગામ પાસે બંધ રોડ પર મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે કાર ધડાકાભેર અથડાતા એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.



Source link

Related Articles

Back to top button