गुजरात

સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | Dindoli Police Arrest Accused for Misdemeanor and Blackmailing Minor Girl in Surat



Surat Crime News: સુરતના ડિંડોલીમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચરી અને બ્લેકમેલિંગ કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. થોડા દિવસ પહેલા આરોપી સગીરાને ભગાડી ગયો હતો. જોકે, રેલવે પોલીસની મદદથી ડિંડોલી પોલીસે ચાલતી ટ્રેનમાંથી સગીરાને મુક્ત કરાવી હતી. દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના

મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ઉધનામાં ધાગા કટિંગ કરવાનું કરતી હતી. આ જગ્યાએ તેની સાથે કામ કરતાં રફીક નામના શખસે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. 

પોલીસે નરાધમને ઝડપ્યો

ગત 22 જાન્યુઆરીના રોજ રફીક સગીરાને બ્લેકમેલિંગ કરીને ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતાં બંને ઉત્તર પ્રદેશ તરફ ટ્રેનમાં જતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ડિંડોલી પોલીસે રેલવે પોલીસની મદદથી સગીરાને  ઝાંસીથી પકડી પાડી હતી. જોકે, આરોપી ફરાર થઈ ગયો હતો. 

આ પણ વાંચો: કચ્છ: માધાપરમાં સસરાના આપઘાતનો ભેદ ઉકેલાયો, SPને મળેલી સ્યુસાઈડ નોટે ખોલી દીધા રહસ્યો

સમગ્ર મામલે પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા) અને POCSO હેઠળ ગુનો નોંધીને આરોપીની ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે રફીક મોહમ્મદ સુભાન અન્સારી (ઉં.વ.20)ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button