કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની ગુમ થયેલી મનોદિવ્યાંગ તરુણીને શોધીને તેના પરિવાર સાથે મિલાપ કરાવતી કાલાવડ ટાઉન પોલીસ | Kalavad Town Police reunited the missing mentally disabled girl from Kalavad taluka with her family

![]()
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાંથી એક શ્રમિક પરિવારની મનોદિવ્યાંગ તરુણી એકાએક લાપતા બની ગઈ હતી. જેથી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી. આંબલીયા અને પોલીસ સબ ઇન્સપેક્ટર જે. એસ. ગોવાણી ના માર્ગદર્શન મુજબ મિશન મુસ્કાન અંતર્ગત કાલાવડ ટાઉન પોલીસે ગુમ થયેલી બાળાને શોધવા માટેના અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા અને તરુણીને શોધી કાઢી તેના વાલીને પરત સોંપી દીધી હતી. જેથી પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામના વતની ઉકાભાઈ ચનાભાઇ કપુરીયાની વાડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશવાળા વતની પરસોત્તમ સોમાભાઈ માવી કે જેઓ પરિવાર સાથે બપોરે વાડીયે મજુરી કામ કરતા હોય ત્યારે તેમની દીકરી અનીતાબેન (ઉ.વ.16) કે જે માનસીક બીમાર હોય અને વાડીયેથી કામ કરતી કરતી એકલી કોઈને કહ્યા વગર જતી રહી હતી, અને ગુમ થઇ હતી.
જે અંગેની કાલાવડ ટાઉન પોલીસને જાણ થતાં તાત્કાલીક તરુણીને શોધવા માટે સ્ટાફના દિવ્યરાજસિંહ શિવરાજસિંહ જાડેજા તથા અનીરૃધ્ધસિંહ બળદેવસિંહ દ્વારા જુદા જુદા એરીયાના સી.સી.ટી.વી.કુટેજ ચેક કર્યા હતા, જેના આધારે માનસીક બીમાર તરુણીને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવી પરત સોંપવામાં આવી હતી, જેથી પરિવારના સભ્યોએ કાલાવડ ટાઉન પોલીસ ટીમનો આભાર માન્યો હતો.


