गुजरात

વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાક | house on Vadodara’s Waghodia Road caught fire this morning



Vadodara Fire : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. 

વાઘોડિયા રોડ પર પાણીગેટ ફાયર સ્ટેશનની સામે સોમાભાઈની ચાલીમાં એક મકાનમાંથી સવારે ધુમાડા નીકળતા લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા તરત જ જવાનો આવી ગયા હતા અને થોડીવારમાં કાબુમાં લઈ લીધી હતી. 

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગને કારણે ફર્નિચર, ફ્રીજ, ટીવી સહિતની ઘરવખરીને નુકસાન થયું હતું. નજીકમાં જ ફાયર સ્ટેશન હોવાથી આગ આસપાસમાં ફેલાતી અટકાવવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button