गुजरात

જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint filed against in laws for taking 38 lakh rupees from son in law and not returning it



Vadodara : વડોદરાના આજવા રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોબીના મહંમદ યુસુફ રંગરેજ અમેરિકાની કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન વર્ષ 2004માં અંકલેશ્વર ભરૂચ ખાતે રહેતા મહમદ સાલેહ મોહમ્મદ રંગરેજની દીકરી સાથે થયા હતા.

મારા સાસરી પક્ષમાં મારા સસરા, મારી સાસુ નૂરજહાં એક સાળો ઈરફાન હુસેન તથા તેની પત્ની પરિસમબાનું છે. જાન્યુઆરી 2012માં તેઓ ચારેય મારા ઘરે આવ્યા હતા અને મને કહ્યું હતું કે અમે લોનના ચક્કરમાં ભરાઈ ગયા છે. જો લોન ભરપાઈ નહીં કરીએ તો અમારી બંને દુકાનો સિલ થઈ જશે અને અમારી જીવનભરની મૂડી લૂંટાઈ જશે. તમે અમારી દુકાનમાં લોન ભરીને દુકાન બચાવી લો તેઓ મારા સામે કરગર્યા હતા. મેં 38 લાખ રૂપિયા ભરી તેમની દુકાનો છોડવી હતી. આ રૂપિયા ભરવા માટે મેં મારા ભરૂચના મકાન પર લોન લીધી હતી અને તેનો હપ્તો 31,700 મહિને અમારા સાસરી પક્ષમાંથી આવવાનું નક્કી થયું હતું. મારા સાળાએ દસ મહિના સુધી હપ્તા રેગ્યુલર ભર્યા હતા ત્યારબાદ ભરવાની ના પાડી હતી. અને કહ્યું હતું કે હપ્તા હું નહીં ભરું અમારી દુકાન તો હવે લોન મુક્ત થઈ ગઈ છે તમારાથી થાય તે કરી લો.



Source link

Related Articles

Back to top button