गुजरात

ખોટી બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટમાં મગાવેલો ૮ લાખનો દારૃ પકડાયો | Liquor worth Rs 8 lakh seized after being transported using fake invoices



વડોદરા,ખોટી બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટમાં મગાવેલા ૮.૦૬ લાખના વિદેશી દારૃના જથ્થા સાથે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ફતેપુરા ભાંડવાડામાં આવેલી જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કાર પોલીસના પાર્સલોની આડમાં વિદેશી દારૃનો જથ્થો મગાવ્યો હોવાની માહિતી પીસીબી  પોલીસને મળી હતી. પીસીબી  પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા દારૃ મગાવનાર રામજીના માણસો દારૃનો જથ્થો ભરવા માટે પીકઅપ ગાડી લઇને આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી (૧) શંકરલાલ ભવરલાલ ધાકડ (રહે. દામની  રોડ, લાડપુરા ગામ, જિ.ભીલવાડા,  રાજસ્થાન) (૨) સુમેરસિંગ લક્ષ્મણસિંગ રાવત (રહે. ગામ હામેલા કી બેર, જિ.રાજસમંદ, રાજસ્થાન) (૩) અબ્દુલ મહંમદભાઇ મલેક (રહે. વારિસ પાર્ક, મધુનગર, ગોરવા) તથા (૪) સોહેલ સલીમભાઇ રાઠોડ (રહે. નવદુર્ગા સોસાયટી, ગોરવા) ને ઝડપી પાડયા હતા. પોલીસે રામજી તથા મોહસીન ઉર્ફે રાજુ શેખ (રહે. સંધલી એપાર્ટમેન્ટ, મધુનગર,  ગોરવા) ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૃની ૨,૩૦૪ બોટલ કિંમત  રૃપિયા ૮.૦૬ લાખ, ૪ મોબાઇલ, પીકઅપ ગાડી તથા રોકડા મળી કુલ  રૃપિયા૧૩.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.



Source link

Related Articles

Back to top button