गुजरात
મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was mortgaged

![]()
વડોદરા,મિત્રને ફેરવવા માટે આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દેવામાં આવતા સિટિ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યાકુતપુરા મદાર કોમ્પલેક્સમાં રહેતા ફૈયાઝહુસેન રફીકભાઇ શેખ પ્લાસ્ટિકનો વેપાર કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૩ મી તારીખે મારા મિત્ર મુસ્તકીમ અબ્દુલભાઇ જેતારીયા (રહે. મહોમ્મદી ફળિયું, પાવાગઢ રોડ, હાલોલ, જિ.પંચમહાલ) મારા ઘરે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, મારી દીકરીની તબિયત ખરાબ છે.હોસ્પિટલ આવવા જવા માટે મારે કારની જરૃર છે. જેથી, મેં મારા બહેનની કાર તેને આપી હતી. બે દિવસ પછી કાર આપી દઇશ,તેવું કહીને તે કાર લઇ ગયો હતો. ત્યારબાદ તેણે કાર પરત કરી નહતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, તેણે કાર બારોબાર ગીરવે મૂકી દીધી છે.



