गुजरात

ડૂપ્લિકેટ PSIના રિમાન્ડ પુરા, હવે બીજા બે ગુનામાં ધરપકડ થશે | duplicate PSI sent to jail



વડોદરાઃ ડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે રોફ ઝાડીને તોડ પાડતા આરોપીના રિમાન્ડ પુરા થતાં હવે બીજા ગુનામાં ધરપકડ માટે તજવીજ કરવામાં આવશે.

ગુજરાત એસઆઇટી ના પીએસઆઇના નામે પોલીસનો યુનિફોર્મ પહેરી દમદાટી આપી તોડબાજી કરતા મોબિન સોદાગર ઉર્ફે સમીર પઠાણને પોલીસે ઝડપી પાડયા બાદ રિમાન્ડ પર લીધો હતો.જે રિમાન્ડ પુરા થતાં જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

ડૂપ્લિકેટ પીએસઆઇ સામે જેપી રોડ  પોલીસ સ્ટેશનમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપવાના નામે ૧૪ લાખ પડાવવાના અને ઘરફોડ ચોરીના આરોપીનો કેસ પતાવી આપવા બદલ પાંચ લાખ પડાવી લેવાના માંજલપુર પોલીસમાં ગુના નોંધાયા હોવાથી હવે તે ગુનામાં કાર્યવાહી કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button