गुजरात
જામનગરમાં આંબેડકર બ્રિજ નીચેની રેલ્વે લાઈન પરથી પસાર થઈ રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ મૃત્યુ | Jamnagar laborer who was passing through the railway line under Ambedkar Bridge tragically died

![]()
Jamnagar : જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હરીશ મંગાભાઈ મકવાણા નામનો 45 વર્ષનો શ્રમિક યુવાન આંબેડકર બ્રિજ નીચેની રેલવે લાઇન પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ટ્રેન હેઠળ આવી જતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના કુટંબી કુલદીપભાઈ દેવશીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.


