गुजरात

જ્વેલર્સનું રૃા. ૭૦.૩૨ લાખનુ ૭૦૦ ગ્રામ સોનું લઇ કારીગર ભાગી ગયો | Iwe ewe chon angang a süla ren 700 gram kolt mi ükükün 70 32 lakhs



અમદાવાદ, મંગળવાર

ખાડિયામાં જ્વેલર્સે સોનાના દાગીના બનાવવા આપ્યા હતા તે કારીગર રૃા. ૭૦.૩૨ લાખનું ૭૦૦ ગ્રામ સોનું લઇને નાસી ગયો હતો. સોનીએ સંપર્ક કરતા તે દેવું થઇ જતા  દુકાન અને મકાનને તાળા મારીને મોબાઇલ સ્વીચ ઓફ કરીને ભાગી ગયો હતો. આ બનાવ અંગે ખાડિયા પોલીસે છેંતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીએ સોનાના મણકાની માળાઓ બનાવવા આપી હતી લાખોનું સોનું લઇને રફૂચક્કર  થતાં ખાડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા અને ગોલવાડ આસ્ટોડિયા પાસે હોલસેલમાં સોનાના દાગીનાનો ધંધો કરતા રહેતા યુવકે ખાડિયા પોલીસ સ્ટેશનમાં મૂળ પશ્ચિમ બંગાળના અને રિલિફ રોડ પર રહેતા મિસબાઉદ્દીન શેખને છેલ્લા ૨ વર્ષથી દાગીના બનાવડાવતા હતા. આ કારીગર પાનકોર નાકા પાસે દુકાન ભાડે રાખીને કામ કરતો હતો. આ કારીગરે પ્રથમ દાગીના બનાવી પરત આપીને ફરિયાદી સોની સાથે વિશ્વાસ કેળવ્યો હતો. 

આરોપીને ગત તા. ૧૬-૦૭-૨૫ તથા ૨૧-૦૭-૨૫ના રોજ રૃા. ૭૦.૩૨ લાખનું ૭૦૦ ગ્રામ સોનાના મણકાની માળાઓ બનાવવા જોબકાર્ડમાં સહી કરાવીને આપેલું હતું. થોડા દિવસ બાદ ફરિયાદીએ માળાઓ બની કે નહી તે માટે ફોન કરતા બંધ આવતો હતો. જેથી મેનેજર દ્વારા તપાસ કરાવતા દુકાન પણ બંધ હતી ઘરે જઇને તપાસ કરતા તે દુકાન અને મકાન બંધ કરીને ભાગી ગયો હતો.



Source link

Related Articles

Back to top button