દાદા છીએ કહીને બે નિર્દોષ યુવકોને ચાકુના ઘા માર્યા | A ataielo ren efoch ketilas me a apasa pwe i emon sam chinnap

![]()
અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં પોલીસનો કોેઇ ડરના હોય તે લૂખ્ખા તત્વો ઘાતક હુમલા કરી રહ્યા છે. મેઘાણીનગરમાં ધાક જમાવવા માટે અમો અહિના દાદા છીએ કહી બે નિર્દોષ યુવકોને ચાકુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મેઘાણીનગર પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાર્ગવ ત્રણ રસ્તા પાસે પાન પાર્લર ઉપર ઉભેલા યુવકો સાથે કોઇ કારણ વગર તકરાર કરી ગાળો બોલી હુમલો કરતાં બન્ને યુવકો સારવાર હેઠળ
મેઘાણીનગર વિસ્તારમાં કુબેરનગર રોડ ઉપર ભાર્ગવ ચાર રસ્તા પાસે યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અનુંપ તોમર તથા પિયુષ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૦ વાગે યુવક તેના મિત્ર સાથે રિક્ષામાં બેસી જતો હતો અને રસ્તામાં ભાર્ગવ ત્રણ રસ્તા પાસે પાન પાર્લર ઉપર બન્ને મિત્રો ઉભા હતા.
ધાક જમાવવા માટે અમો અહિના દાદા છીએ કહી બે યુવકોને ચાકુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



