गुजरात

ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole falls near Dholka’s Jumma Masjid



થાંભલાના ડીપીના ફ્યુઝ પણ ખુલ્લી હાલતમાં 

દુર્ઘટના સર્જાય તે પહેલા કાર્યવાહી કરવા યુજીવીસીએલ કચેરીમાં રજૂઆત

બગોદરા –  ધોળકામાં જુમ્મા મસ્જિદની ઉત્તર દિશામાં તથા જૂની બેંક ઓફ બરોડા સામે ઉત્તર ગુજરાત વીજ કંપનીની એક વીજ ડી. પી. આવેલી છે. આ ડી.પી.ના વજનથી વીજ થાંભલા મેઈન રોડ તરફ નમી ગયા છે. 

ડી.પી.ના નીચેના ભાગમાં મેઈન ફેઝ આવેલ છે અને તેના ફ્યુઝ પણ ખુલ્લી હાલતમાં છે. નાનાં બાળકો ગામે ત્યારે દુર્ઘતનાનો ભોગ બને એમ છે. આ જોખમી વીજ થાંભલા ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હોવાથી જાનહાની થવાની સંભવના રહેલી છે. આથી ઉત્તર ગુજરાત વીજ કંપની ધોળકા ટાઉન ઓફિસના ડેપ્યુટી એન્જીનીયર આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૃરી કાર્યવાહી કરે તેવી લેખિત રજૂઆત રહિશે ડેપ્યુટી એન્જિનિયર યુજીવીસીએલ કચેરી ધોળકામાં કરી છે.



Source link

Related Articles

Back to top button