गुजरात

શાહીબાગ અંડરબ્રિજ તા. ૨૩થી ૨૮ જાન્યુઆરી સુધી બંધ રહેશે | Ekkewe mota ra pinepin lon ewe al mi nom fan Shahibaug



અમદાવાદ, સોમવાર

સાબરમતીથી વટવા સુધીના બુલેટ ટ્રેન પ્રોજેકટનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઇને તા.૨૩થી ૨૮ જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના કારણે અમદાવાદ વાસીઓ માટે ટ્રાફિકને લઇને હાલાકી વધશે.

દિલ્હી દરવાજા,સુભાષબ્રિજથી આવતા લોકો શિલાલેખથી રિવરફ્રન્ટ થઇ એરપોર્ટ તરફ જઇ શકશે

ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાંધકામની કામગીરી ચાલી રહી છે. જેમાં સાબરમતીથી વટવા સુધી પાયલોટિંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાની કામગીરી ચાલી છે. જેમાં ખાસ કરીને શાહીબાગ અંડર બ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી તા. ૨૩થી ૨૮ જાન્યુઆરી સુધી વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવશે.

વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૃપે દિલ્હી દરવાજાથી તથા સુભાષબ્રિજ તરફથી આવતા વાહના ચાલકોને એરપોર્ટ તથા ગાંધીનગર તરફ જવા માટે શાહીબાગ શિલાલેખ  ફ્લેટ થઇને રિવરફ્રન્ટના માર્ગથી ડફનાળા થઇ એરપોર્ટ તરફ જઇ શકાશે તેમજ એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતા વાહન ચાલકો ડફનાળાથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ અલગ માર્ગે જઇ શકશે. ઉપરાંત અસારવા, ગિરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફથી જવું હોય તો શાહીબાગ થઇને મહાપ્રજ્ઞાજી બ્રિજનો ઉપયોગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે તથા ગીરધરનગર, અસારવા તરફથી આવતો ટ્રાફિક ગાંધીનગર એરપોર્ટ તરફ જવા માટે શાહીબાગ  ગાયત્રી મંદિર થઇ આર્મી કોન્ટોનમેન્ટ થઇ એરપોર્ટ તેમજ ઇન્દીરાબ્રિજ તરફ જઇ શકાશે.



Source link

Related Articles

Back to top button