गुजरात
વડોદરામાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે બીભત્સ ચેનચાળા કરનાર બાઈક સવાર પકડાયો | Biker caught doing nasty flirting near university girls’ hostel in Vadodara

![]()
Vadodara : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલ પાસે જાહેરમાં વિકૃત હરકત કરનાર બાઈક ચાલકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે.
ફતેગંજ નરહરી સર્કલ પાસે ગર્લ્સ હોસ્ટેલની બહાર એક બાઈક ચાલક યુવક દ્વારા બીભત્સ ચેનચાળા કરવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે બાબતે ફતેગંજ પોલીસે તપાસ કરી ગણતરીના કલાકોમાં યુવકને ઝડપી પાડ્યો છે.
પકડાયેલા યુવકનું નામ ફિરોજ ગફાર ખલીફા પઠાણ(ક્રિષ્ના પાર્ક સોસાયટી, છાયા પૂરી) હોવાનું ખુલ્યું છે. પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

