गुजरात

તલવાર, ચાકુના ઘા મારી યુવકને લોહી લુહાણ કરી ઢોર માર માર્યો | Ewe anuon a atake ren ketilas



અમદાવાદ, શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. કુબેરનગરમાં યુવકને રોકીને મારા મિત્ર લાલ્લું સાથે મારે તકરાર ચાલે છે તું કેમ તેની સાથે રહે છે તેમ કહીને યુવકને માથામાં તથા હાથે તલવારના ઘા મારીને પીઠમાં ચાકુના ચાર ઘા મારતાં લોહી લુહાણ હાલતમાં ભાગી રહેલા યુવકને ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માથામાં તલવાર પીઠમાં ચાકુના ઘા માર્યા ભાગવા જતાં નીચે પાડી માર મારી ધમકી આપી ગંભીર હાલતમાં સારવાર હેઠળ ઃ એરપોર્ટ પોલીસે  ગુનો નોંધ્યો 

સરદારનગરમાં કુબેરનગર યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિશાલ અને સાહિલ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતના દસ વાગે ફરિયાદી તેના ભાઇને શોધવા માટે લીંબડી વાળા છાપરાની બાજુમાં ગયો હતો. 

 આ સમયે વિશાલ ઉર્ફે કલી સાથે કેમ રહે છે તેની સાથે મારે ઝઘડો ચાલે છે, જેથી યુવકે કહ્યું કે હું તેની સાથે રહેતો નથી તેમ કહેતા ગાળો બોલાવીને તકરાર કરીને માથામાં તલવાર મારી અને કાણીના ભાગે પણ તલવાર મારીને બીજા શખ્સે  પીઠના ભાગે ચાકુના ચાર ઘા માર્યા હતા લોહી લુહાણ હાલતમાં ભાગવા જતાં નીચે પાડીને ઢોર માર માર્યો હતો. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button