गुजरात
વુડા આવાસના ધાબે બાળકીને અડપલા કરનાર નરાધમ ઝડપાયો | Man arrested for molesting girl on roof of Wuda residence

![]()
શહેરના સોમા તળાવ પાસેના વુડા આવાસો ખાતે અગાશી પર એકલતાનો લાભ ઉઠાવી બાળકીને ગુપ્ત ભાગે અડપલા કરનાર શખ્સને કપુરાઈ પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોમા તળાવ નજીક આવેલી વુડા આવાસ યોજનામાં ગઈકાલે બપોરે ઉતરાયણ નિમિત્તે સાડા છ વર્ષની બાળકી પિતા સાથે બ્લોક નં. ૧૭ની અગાસી પર ગઈ હતી. આ દરમિયાન બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ત્યાં જ રહેતા ૨૨ વર્ષના સુનિલ રાઠવાએ દાનત બગાડી અશ્લીલ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હેબતાઈ ગયેલી બાળકી રડતા રડતા પોતાની માતા પાસે પહોંચી હતી અને લાલ શર્ટવાળા અંકલે આવું કૃત્ય કર્યું હોવાનું માતાને જણાવ્યું હતું. આ અંગે ખાનગી કંપનીમાં નોકરી કરતા પિતાએ કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુનિલ રાઠવા સામે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.



