गुजरात

ઉતરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો, પતંગ વાયરમાં અડી જતા 10 વર્ષનાં બાળકનું મોત | a 10 year old boy died after getting caught in a kite wire in Jamnagar



પ્રતિકાત્મક તસવીર 

Jamnagar 10 Year Child Died News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના દસ વર્ષના માસુમ બાળક માટે પતંગ જીવલેણ સાબિત થઇ છે. ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ વિજ તારમાં ફસાઈ જતાં તેમાંથી વીજ આંચકો લાગ્યો હતો. બાળકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે રહીને મજૂરી કામ કરતા કમજીભાઈ અદુભાઈ બારીયા નામના 40 વર્ષના શ્રમિક યુવાનનો 10 વર્ષનો પુત્ર રોહિત બારીયા સવારના 10.00 વાગ્યાના અરસામાં પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યો હતો. જે સ્થળે જમીન ભીની હતી. અને તેના પર ખુલ્લા પગે પતંગ ઉડાવતો હતો.

દરમિયાન તેનો ઉડતો પતંગ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં ફસાઈ જતા તેને એકાએક વિજ કરંટ લાગ્યો હતો. વીજ શોક લાગવાથી રોહિત બેભાન થઇ ગયો હતો. બાળકને તત્કાલ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન પાંચમી તારીખે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

આ બનાવ અંગે મૃતક બાળક રોહિતના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button