गुजरात
જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે ગયેલા વિપ્ર પ્રૌઢનો મોબાઇલ ફોન ચોરાયો | mobile phone was stolen from gujari bazar under Subhash Bridge in Jamnagar

![]()
Jamnagar Theft Case : જામનગરમાં નાગમતી ભવન પ્રધાનમંત્રી આવાસમાં રહેતા બ્રિજ ભૂષણ જીતેનભાઈ તિવારી નામના વિપ્ર પ્રૌઢ, કે જે સુભાષ બ્રિજ નીચે ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા, જે દરમિયાન તેમના ખિસ્સામાંથી કોઈ તસ્કરો રૂપિયા 16,500 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા દેવજોગભાઈ દેવકરણભાઈ વિજાણી નામના 26 વર્ષના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



