गुजरात

જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે 4 માસ માટે બંધ રહેશે | One way road near Hapa Market Yard near Jamnagar will be closed for 4 months



Jamnagar Corporation : જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળા માર્ગમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની હોવાથી ચાર માસ માટે આ એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીએ બીપીએમસી. એકટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર જનતાને જાહેર નોટિસથી જાણ કરી છે કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલવે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફના સર્વિસ રસ્તામાં તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ પર આવેલી મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પૂર્વ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.08-01-2026 થી તા.07-05-2026 એટલે કે, ચાર માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બીપીએમસી એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલ્વે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફના સર્વિસ રસ્તામાં તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ પર આવેલ મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પૂર્વ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલ્વે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી ઉતર દિશા તરફના સર્વિસ રસ્તા તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી. રોડ પર આવેલ મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.



Source link

Related Articles

Back to top button