गुजरात
રૃપાલ ગામમાં દુકાનામાંથી 3.86 લાખનો દારૃ ઝડપાયા | Liquor worth Rs 3 86 lakh seized from shop in Rupal village

![]()
દારૃની ૧૫૩૬ બોટલ કબજે કરાઇ
એક શખ્સ સામે ગુનો ઃ એલસબીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ
બગોદરા – અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૃપાલ ગામમાંથી ૩.૮૬ લાખ રૃપિયાની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો છે.
બાવળા તાલુકાના રૃપાલ ગામના જીવાપુરા વિસ્તારમાં દારૃનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. તેવી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઇરફાન મહેબુબભાઇ વોરાની માલિકીની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. સર્ચ દરમિયાન દુકાનમાંથી વિદેશી દારૃની ૧,૫૩૬ બોટલ (રૃ.૩,૮૬,૪૦૦) મળી આવી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી નહીં આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.



