સખાવતી-ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલની અરજીઓ રિજેક્ટ થવાની શક્યતા વધી | Notices to charitable trust

ચેરિટેબલ ટ્રસ્ટના રજિસ્ટ્રેશ ચાલુ રાખવા ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરવા પડશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
સખાવતી ટ્રસ્ટ અને ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલની અરજી કરનારાઓને
તેમના ટ્રસ્ટના રિન્યુઅલ કરી આપવા માટે કેટલાક સવાલો ઊભા કરીને બંધારણમાં ફેરફાર કરવાની
માગણી સાથેની નોટિસો પાઠવવામાં આવી છે. પરિણામે ચેરિટેબલ ટ્રસ્ટની રજિસ્ટ્રેશન રિન્યુઅલની
અરજી રિજેક્ટ થવાની અથવા તો અરજી રિજેક્ટ ન થાય તે માટે તેમના બંધારણમાં ફેરફાર કરવાની
ફરજ પડશે.
ચેરિટેબલ ટ્રસ્ટના કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે ચેરિટી
કમિશનરની કચેરી તરફથી આપવામાં આવેલી સૂચના પ્રમાણેના ફેરફારો સખાવતી કે ધાર્મિક ટ્રસ્ટો
તેમના બંધારણમાં ન કરે તો પણ તેમની અરજીઓ રિજેક્ટ થઈ જવાની સંભાવના વધી ગઈ છે.
ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટની કલમ ૧૨ એ તથા ૮૦-જીના રજિસ્ટ્રેશનની મુદત ૩૧મી માર્ચ
૨૦૨૬ના પૂરી થાય છે. આ મુદત પૂરી થઈ ગયા પછી તેમને માટે દાનની રકમ સ્વીકારવી પણ
કઠિન બની શકે છે. ચેરિટેબલ કે ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલ માટેની અરજી કરવાની
છેલ્લી તારીખ ૩૦મી સપ્ટેેમ્બર ૨૦૨૫ હતી.
કમિશનર એક્ઝમ્પશને ચેરિટેબલ ટ્રસ્ટ કે ધાર્મિક ટ્રસ્ટ
ચલાવનારા અરજદારો પાસેથી કેટલીક ક્વેરીના જવાબ મંગાવ્યા છે. અરજી રિજેક્ટ થવાના
મુખ્ય કારણોમાં ટ્રસ્ટ ડીડમાં ટ્રસ્ટ ઇરિવોકેબલ છે એટલે કે રદ ન કરી શકાય છે તેવી
જોગવાઈ ટ્ર્ટની ક્લોઝના માધ્યમથી કરવામાં આવેલી ન
હોવાથી તેમની અરજી પ્રમાણે રજિસ્ટ્રેશન રિન્યુ થઈ શકે તેમ જ ન હોવાનું
જણાવી દેવામાં આવ્યું છે.
ટ્રસ્ટના ફંડનો ઉપયોગ પરદેશમાં ડોનેશન આપવા માટે કરવામાં
આવશે તેવી જોગવાઈ તેમના બંધારણમાં ન હોવા છતાંય તેમણે ટ્રસ્ટને મળેલા ડોનેશનની
રકમમાંથી કેટલીક રકમો વિદેશ મોકલવામાં આવી છે. વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓને
નામે પણ આ રકમ ટ્રસ્ટના ખર્ચમાં ઉધારવામાં આવેલી છે. આ ખર્ચ ટ્રસ્ટના ઉદ્દેશ કરતાં
અન્ય હેતુ માટે વપરાયા હોવાથી પણ તેમની રજિસ્ટ્રેશન
રિન્યુઅલની જવાબદારી સ્વીકારવામાં આવતી નથી.
આ સાથે જ દરેક ટ્રસ્ટોને ટ્રસ્ટ ડીડનો બરાબર અભ્યાસ કરીને
ટ્રસ્ટના ઉદ્દેશથી બહાર જઈને તેમણે ખર્ચ કર્યા છે કે કેમ તેની ચકાસણી કરી લેવાની
સૂચના આપી છે. તદુપરાંત દરેક ટ્રસ્ટ બંધ થાય ત્યારે તેના જેવા જ ઉદ્દેશ ધરાવતા
ટ્રસ્ટમાં તમામ અસ્ક્યામતો ટ્રાન્સફર કરી દેવાની જોગવાઈ પણ દાખલ કરવા જણાવવામાં
આવ્યું છે.
(બે કોલમ બોક્સ)
રજિસ્ટ્રેશન રદ થતું અટકાવવા શું કરવું પડશે
સખાવતી અને ધર્માદા ટ્રસ્ટના
જાણકારોનું કહેવું છે કે ટ્રસ્ટોએ તેમના ટ્રસ્ટ ડીડમાં ઉપર જણાવેલી ત્રણ શરતોને ઉમેરો
કરી દેવાનો રહેશે. ટ્રસ્ટ ડીડમાં તેનો ઉમેરો કરીને ચેરિટી કમિશનરની કચેરીમાં તે રજૂ
કરી દઈને તેની રિસિપ્ટ-પહોંચની કોપી કે નકલ કમિશનર એક્સટેન્શનને સુપરત કરી દેવાની સૂચના
આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.



