गुजरात

અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંનેના મોત | Amreli News Bagasara Jhanjhariya village Two farm labourer die after falling into a farm well



Amreli News: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે હૈયું હચમચાવી મૂકે તેવી ઘટના ઘટી છે. કૂવામાં રાજસ્થાન ખૂટાનગારાતના બે યુવકો પડી જતાં બંનેના દર્દનાક મોત થયા છે. આ અકસ્માતમાં સાથી મિત્રને બચાવવા જતાં અન્ય એક મજૂર યુવકે પણ જીવ ગુમાવ્યો છે. 

સાથીને ડૂબતો જોઈ અન્ય મજૂર પણ બચાવવા પડ્યો

મળતી માહિતી અનુસાર, ઝાંઝરીયા ગામની એક વાડીમાં બે મજૂરો કામ કરી રહ્યા હતા, તે સમયે અકસ્માતે એક ખેતમજૂર ઊંડા પાણી ભરેલા કૂવામાં ખાબકી ગયો હતો. પોતાના સાથીને મરતો જોઈ હાજર અન્ય ખેત મજૂર પણ ક્ષણભરનો વિચાર કર્યા વગર સાથીને બચાવવા કૂદી પડ્યો હતો. પણ કુદરતને બીજું જ મંજૂર હતું. 

બંને યુવકો કૂવામાં ડૂબવા લાગ્યા હતા. કારણ કે કૂવાની અંદર કોઈ બચવા માટેનો રસ્તો હતો નહીં, બચાવો બચાવોની બૂમો પણ કદાચ પાડી હશે પણ ખેતર હોવાથી ત્યાં આસપાસ પણ કોઈ હાજર ન હતું. આખરે બંને યુવકો જિંદગીનો જંગ હારી જતાં પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. 

મૃતકોના નામ

  • ગૌતમ શંકરભાઈ પણડા (ઉમર વર્ષ 28) રહે. ખૂટાનગારાત, રાજસ્થાન
  • રતનાં કાલિયાભાઈ પણડા (ઉમર વર્ષ 30) રહે. ખૂટાનગારાત, રાજસ્થાન

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ સ્થાનિકોની મદદથી બંને યુવકોને કૂવામાંથી દોરડું બાંધી બહાર કાઢવામાં આવ્યા હતા. પણ જીવ ખોળિયામાંથી જતો રહ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. કયા કારણોસર કૂવામાં ખાબક્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.



Source link

Related Articles

Back to top button