गुजरात
કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર અને રામદેવપીરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા | Smugglers attacked Khodiyar Mataji temple and Ramdevpir temple in Kalavad taluka

![]()
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર તેમજ બાજુમાં આવેલા રામદેવપીરના મંદિરને ગત 26મી તારીખે રાત્રિના સમયે કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
સૌ પ્રથમ મંદિરને બહાર લગાડવામાં આવેલો સીસીટીવી કેમેરો તોડી નાખી તેના બોક્સને નુકસાન પહોંચાડ્યું હતું, જોકે માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
ત્યારબાદ બાજુમાં જ આવેલા રામદેવપીરના મંદિરમાં ઘૂસી જઇ અંદર રહેલી દાન પેટી કે જેમાં આશરે 2,000 રૂપિયાનું પરચુરણ હતું, જે પરચુરણ સહિતની દાન પેટીની ચોરી કરીને લઈ ગયા હતા.
ચોરીના આ બનાવ પરેશભાઈ બાબુભાઈ પટેલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તસ્કરો ને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.



