गुजरात

ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

હિંમત નગર: સાબરકાંઠા જીલ્લા સહિત ગુજરાતનાં અરવલ્લી, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના જિલ્લાઓમાં ચોરીનાં ગુનાઓને અંજામ આપતી ભટ્ટી ગેંગના આરોપીઓની સાબરકાંઠા એલસીબીએ અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે હુસેન બીલ્લો અને જાહિર ટુ હો બીજા માણસો સાથે બે ગાડીઓ લઈ હિંમતનગરનાં પરબડા નદીના પટમાં છે અને તેઓ ત્યા ગાડીઓમાંથી વસ્તુઓની આપલે કરી રહ્યા છે

આ ગાડીમાં હિંમતનગર શહેરમાંથી ચોરી કરેલ મુદ્દામાલ પણ તેમની સાથે છે. પોલીસે નદીના પટમાં તપાસ કરતા બે શંકાસ્પદ ગાડીઓ ઉભી હોવાનું નજર આવ્યું હતું. જે બાદ આ ગાડીઓ પર પોલીસ ત્રાટ્કી હતી. અને તેમાંતી આઠ ગુંડ્ડા તત્વોની અટકાયત કરીને બે કાર સહિત 8,86,296 નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, લેપટોપ, કેમેરો, એસીનાં આઉટર સહિતનાં ઘણાં બધી વસ્તુઓ મળી આવી હતી.

Related Articles

Back to top button