गुजरात

Junagadh : દોઢ વર્ષની બાળકી વાડીએ રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત

જૂનાગઢ : બીલખાના મેવાસા ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતાં બાળકીનું મોત નીપજ્યું છે. દોઢ વર્ષની બાળકી વાડીએ રમતા રમતા પાણીની કુંડીમા ડૂબી ગઈ હતી. પાણીની કુંડીમા ડુબી જતા બાળકીનું મોત નીપજ્યું હતું. ગઈ કાલે ઘટના બની હતી.

સાબરકાંઠામાં ઇડરના મૂડેટી ગામે પતંગ લૂંટવા ધ્યાનચુક થતા તરુણ વયનો બાળક અવાવરું કુવામાં ખાબક્યો હતો. આશરે ૧૫ વર્ષની ઉંમરનો તરુણ પતંગ પકડવા જતા અવાવરું કૂવામાં ખાબક્યો હતો. બનાવની જાણ થતા ઇડર ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઈડર ફાયરે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમ દ્વારા તરુણ વયના બાળકને કુવામાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે ઈડર સિવીલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરાયો.

ભરૂચમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં પુત્રી સાથે એક્ટિવા પર જઈ રહેલી યુવતીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં કરૂણ મોત નિપજ્યું હતું. ગળું કપાતાં યુવતીનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું પણ આ ઘટનામાં 9 વર્ષની પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉત્તરાયણ નજીક છે ત્યારે પતંગના દોરાએ ભરૂચમાં એક યુવતીનો લીધો હોવાની ઘટના બની છે.

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલી અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી યુવતી તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રીજ પરથી પસાર થઇ રહી હતી. એ વખતે અચાનક તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ ગયું હતું અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. તેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તેમની બાળકી એક્ટિવા સ્લીપ થતાં બાજુમાં પીઠભેર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો.

Related Articles

Back to top button