गुजरात

ગાંધીનગરમાં મળેલા બાળક માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચિંતિત, કહ્યું, ‘અપરાધીને ઝડપથી ઝડપી લેવાશે’

ગાંધીનગર: પેથાપુરમાં હૃદયને હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા   પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. આ બાળક એકથી દોઢ વર્ષનું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે, આ ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ છે. જે પરથી પોલીસ તંત્ર પણ આ વ્યક્તિને શોધવામાં લાગ્યું છે. હાલ આ બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં  રાખવામાં આવ્યો છે. આ અંગે ન્યૂઝ18ગુજરાતીએ રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાત કરી હતી. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે, આ બાળકના અપરાધીઓને જલ્દીમાં જલ્દી શોધી નાંખવામાં આવશે. આ સાથે ન્યૂઝ18ગુજરાતીની પણ અપીલ છે કે, આ બાળકની તસવીર બને તેટલી વધારે શેર કરો જેથી આ બાળકને તેના માતાપિતા મળી જાય.

‘જલ્દીમાં જલ્દી અપરાધી સામે હશે’

આ અંગે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમારી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાતે પેથાપુરમાં જે આ ઘટના બની છે તે બાદ હું સીધો જ પોલીસની ટીમ સાથે સંપર્કમાં છું. જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનામાં અનેક ટીમો બનાવવામાં આવી છે. સીસીટીવીનાં માધ્યમથી આસપાસનાં વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે કે, કોઇ બાળક ગૂમ થયુ છે કે, નહીં, આ સાથે અનેક એન્ગલો પરથી પણ તપાસ ચાલી રહી છે. હું વિશ્વાસ અપાવું છું કે, ઝડપથી જે કોઇ આરોપી હશે તે સામે આવશે. પોલીસની ટીમો આ અંગે કામ કરી રહી છે અને આ ફોટો બધે આપવામાં આવ્યો છે. આ બાળકને ત્યજવા પાછળનું કારણ પોલીસ તપાસનો વિષય છે. આ અંગે તપાસ બાદ જે પણ માહિતી આવશે તે આપવામાં આવશે.

Related Articles

Back to top button