પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો કરવા સુચના આપેલ હોય જે આધારે એસ.એન.કરંગીયા i/c પોલીસ ઇન્સપેકટર ગાંધીધામ એ – ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એન.વી.રહેવર તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ઓમસીનેમા પાછળ આવેલ બાવળની ઝાડીમાં રેડ કરતા એક સીલ્વર કલરની સ્કોરપીયો મળી આવેલ જેમાંથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
મુદામાલઃ
( ૧ ) મેકડોવેલ્સ નં ૦૧ વ્હીસ્કી ના ક્વાટર નંગ ૭૨૦ કિ.રૂ .૭૫,૦૦૦ /
( ૨ ) એ.સી.ઇ બ્લ ફાઇન વ્હીસ્કીની બોટલો નંગ ૧૮૦ કિ.રૂ .૬૩,૦૦૦ /
( 3 ) મહિન્દ્રા સ્કોરપીયો ગાડી નં જી.જે.૧૨.સી.જી .૭૮૬૩ કિ.રૂ .૪,00,000 / -કુલ કિ.રૂ .૫,૩૫,૦૦૦ / આરોપી – મહિન્દ્રા સ્કોરપીયો ગાડી નં જીજે.૧૨.સીજી .૭૮૬૩ નો ચાલક પરબત બાબુ ભરવાડ રહે . રાપર ( કચ્છ )
ઉપરોકત કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.વી.રહેવર તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .